ભરૂચ: અંકલેશ્વર પાંજરાપોળ નજીક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા યુવાનને માર મારતા મોત

અંકલેશ્વર પાંજરાપોળ નજીક યુવાનની હત્યાનો મામલો, 4 આરોપીની પોલીસે કરી ધરપકડ.

New Update
ભરૂચ: અંકલેશ્વર પાંજરાપોળ નજીક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા યુવાનને માર મારતા મોત

અંકલેશ્વર પાંજરાપોળ નજીક બે દિવસ અગાઉ એક વ્યક્તિની હત્યા કરી દેવી હતી જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

અંકલેશ્વર પાંજરાપોળ ખાતે ૪૨ વર્ષીય ભિક્ષુક જેવો લાગતો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેને થોડા જ સમયમાં દમ તોડ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા આ યુવાનને કેટલાક સ્થાનિક યુવાનોએ જ માર મારતા તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું.

આ ઘટનામાં પોલીસે ચાર યુવાનો સુનીલ વસાવા, હિરેન વસાવા, અમીશ વસાવા તથા સોહન વસાવાને ઝડપી પાડ્યા હતા. આ તમામની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે મૃતક પાંજરાપોળ નજીક ગાય સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો અને તેને નાં પાડવા છતાં તે તે ન અટકતા તેને માર માર્યો હતો અને તેના પગલે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગની ખનીજ માફિયાઓ પર તવાઈ, એક અઠવાડિયામાં રૂ.1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ,

New Update
Bharuch By Election

ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહન અટકાવવા પાછલા એક સપ્તાહ દરમ્યાન ઝગડિયા, રાજપારડી, મુલદ રોડ, ભરૂચ-દહેજ રોડ, આમોદ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમ્યાન સાદીરેતી ખનીજના બિન અધિકૃત વહન કરતા કુલ ૨ ટ્રક  તેમજ બ્લેકટ્રેપ ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો  આમ, કુલ ૦૬ વાહનો સીઝ કરી ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.