/connect-gujarat/media/post_banners/acea2bf1f979c9efc419397b941195bc3602f17a4aa95b30c6a71518b35e5d82.webp)
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશનના એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
ગત તારીખ-29મી જુલાઇના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે દઢાલ ગામના બસ સ્ટેશન પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન રીક્ષા નંબર-જી.જે.ઝેડ.૩૮૮૧ આવતા પોલીસે તેને અટકાવતા રીક્ષા ચાલક સ્થળ ઉપર રીક્ષા મૂકી ફરાર થઇ ગયો હતો.પોલીસે રીક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૯૬ નંગ બોટલ મળી હતી.પોલીસે ૩૫ હજારનો દારૂ અને રીક્ષા મળી કુલ રૂ.૭૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી હતી તે દરમિયાન આ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમ સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં ફરે છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે વોચ ગોઠવી હતી અને દિલિપ સોમા પરમારને ઝડપી પાડ્યો હતો.