Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન, જુઓ મોતના "સળિયા"

અંકલેશ્વરથી વાલિયાને જોડતો માર્ગ જોખમી, માર્ગની બાજુમાં ચાલતી કામગીરી મંદ ગતિએ.

X

અંકલેશ્વરથી વાલિયાને જોડતો અતિવ્યસ્ત માર્ગ વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની રહ્યો છે. આ માર્ગ પર હેક્ષોન આર્કેડ પાસે વરસાદી પાણીના નિકાલની કાંસ બનાવવાની કામગીરી ચાલી રહી છે જો કે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી માટે સળિયા જોખમી રીતે બહાર કઢાયા છે જે મોતના સળિયા સાબિત થઈ શકે છે.

અંકલેશ્વરથી વાલિયાને જોડતા માર્ગ પર રોજના સેંકડો વાહનો પસાર થાય છે આ ઉપરાંત આ માર્ગ પર અનેક કમર્શિયલ કોમ્પ્લેક્ષ પણ આવેલા છે. વાલિયા ચોકડીથી એક કી.મી.ના અંતરે આવેલ હેક્ષોન આર્કેડ પાસે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલની પાકી કાંસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વરસાદી પાણીનો વ્યવસ્થિત નિકાલ થઈ શકે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે એ સારી બાબત છે પરંતુ આ કામગીરીમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી સામે આવી છે.

એક તરફની કાંસ બની ગઈ છે પરંતુ બીજી તરફ કાંસ બનાવવામાં માટે સળિયા લગાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ સળિયા આ જ હાલતમાં છે જે મોતના સળિયા સાબિત થઈ શકે છે કારણ કે માર્ગની બારોબાર અડીને જ આ સળિયા ઊભા કરાયા છે અને કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. કાંસની મજબૂતી માટે સળિયા લાગવાયા છે એ સમજ્યા પરંતુ રાત્રિના સમયે સળિયા નજરે ન પડતા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. કોન્ટ્રાકટર દ્વારા અહી સાઇન બોર્ડ લગાવવા જોઈએ કે બેરીક્ટ્સ મૂકવા જોઈએ પરંતુ આમાંથી એક પણ પગલા લેવાયા નથી જેના કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકટરને આ બાબતે સૂચના આપવી જોઈએ અને વહેલી તકે કામગીરી પૂર્ણ થઈ જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે.

Next Story