ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ગામ ખાતે મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી જેમાં ગુજરાતના અનેકો યુવાનોએ ભાગ લીધો હતો જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઓલમ્પિયા જીમના યોગેશ આર વસાવાએ 55 કિલોગ્રામ વજનમાં ભાગ લઇ પ્રથમ રેન્ક સાથે ગોલ્ડ મેડલ હાસિલ કર્યો હતો તેમના ટ્રેનર મોન્ટુભાઈ દ્વારા પણ યુવાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને યુવાનો વ્યસન મુક્ત થાય તંદુરસ્ત રહે તે માટે કસરત કરવા માટે અપીલ કરવામાં આવી હતી.યોગેશ વસાવા અંકલેશ્વરમાં રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે બોડી બિલ્ડિંગ માટે પણ મહેનત કરતા હતા. યોગેશ વસાવા પહેલા પણ જિલ્લાકક્ષાએસ્થાન મેળવી ચૂક્યા છે હવે રાજ્યકક્ષાએ ઝળકતા તેમણે અભિનંદન પાઠવવામાં આવ્યા છે
ભરૂચ: અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ગામ ખાતે મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી
New Update
Latest Stories