ભરૂચ-અંકલેશ્વરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ભારે પવન સાથે વરસ્યું માવઠું...

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી

New Update
ભરૂચ-અંકલેશ્વરના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ભારે પવન સાથે વરસ્યું માવઠું...

ભરૂચ-અંકલેશ્વર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું હતું.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે બપોર બાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણની અસમાનતા જોવા મળી હતી. જેમાં ભરૂચ અને અંકલેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં ભરૂચ તેમહ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં બપોરે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યાર બાદ અચાનક જ ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઊડી હતી અને વાતાવરણ ધૂળિયુ થઈ ગયું હતું. આ સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું હતું. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી હતી.