Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરની GRP કંપનીમાં રૂ. 35.33 લાખની છેતરપીંડી,પોલીસે એક આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વરની જી.આર.પી કંપનીમાં રૂપિયા 35.33 લાખની છેતરપીંડીના મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

અંકલેશ્વરની જી.આર.પી કંપનીમાં રૂપિયા 35.33 લાખની છેતરપીંડીના મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલ જી.આર.પી.કંપની રિકલેમ રબર શીટ બનાવે છે.જે કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મેહુલ ઠાકોર પટેલે ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાન સાથે મળી કંપનીમાં એક વર્ષમાં આવેલા કાચા માલની 12 ગાડીઓના વજનમાં કાંટાની સ્લીપોની આગળ કે પાછળ એક આંકડો ઉમેરી ખોટી વજન સ્લીપ, પરચેઝ ઓર્ડર અને ટેક્ષ ઇનવોઇસ સાથે રજિસ્ટર્ડમાં છેડછાડ કરી 3100 કિલોનો કાચો માલ 31,000 કિલો કરી વેન્ડરને ચુકવવાના થતા લાખ સામે 44.42 લાખનું ચુકવણું કરવું પડ્યું હતું.જે બાદ કંપની દ્વારા એક વર્ષના તમામ રેકોર્ડ ચેક કરતા આસિસ્ટન્ટ મેનેજર અને વેન્ડરે 35.33 લાખની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું.આ ઉચાપત અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હતી તે દરમિયાન પોલીસે ભડકોદ્રા આઝાદનગરમાં રહેતા હિના ટાયર્સના બરકતુલ્લાહ અસગરઅલી ખાનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story