/connect-gujarat/media/post_banners/12c84820bb1d63d13e10078647fcd9c35599a6dacce3077569439da69dfcc28f.jpg)
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી સામે ખેડૂતો હવે ભડકી ઊઠ્યાં છે અને આજરોજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચના હાંસોટ તાલુકાના ઉંટીયાદરા ગામે 4 મે થી પોલીસ બંદોબસ્ત અને આગેવાનોને નજર કેદ વચ્ચે કામગીરી શરૂ કરાયા બાદ આજે બુધવારે અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામે પણ પોલીસ કાફલા સાથે કામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યો છે.ભરૂચ જિલ્લા ભાજપ કિસાન સેલના અગ્રણી નિપુલ પટેલે જિલ્લા કલેકટર સાહેબ શું સુપ્રીમો થઈ ગયા છે તેવી ભડાસ કાઢી છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ ઉંતિયાદરા બાદ જુના દિવા ગામે ભેગા થયા હતા. જ્યાંથી જબરાજસ્તીની કામગીરીનો વિરોધ નોંધાવવા ભરૂચ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરી હતી અને કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા જ્યાં ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું॰આગ બાબુલા થયેલા ખેડૂતોએ વધુ બળાપો કાઢ્યો હતો કે, રાજ્ય સરકારે ખેડૂતોના માથા પરથી હાથ ઉઠાવી લીધા હોય એમ લાગી રહ્યું છે. જે ખેડૂતો માટે આઘાતજનક છે. હવે અમે દર સોમવારે કલેકટર કચેરી એ કાર્યકમ આપીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે ખેડૂતો અન્ય જિલ્લાની સરખામાણીએ ભરૂચ જીલ્લામાં પણ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે અને આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે