/connect-gujarat/media/post_banners/67b3d6db3d26aa9257045604c680b492d5a57492a06a96ea8b3a886bd3f77859.webp)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના કિનારે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત CISF દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તા. 1થી 15 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે CISF યુનિટ-ગંધાર તેમજ CISF યુનિટ-દહેજ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા નદીના તટ પર સાફ-સફાઈ કરી વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નર્મદા નદીના કિનારે સાફ-સફાઈ વેળા CISFના ONGC-CPF-ગંધારના મદદનીશ કમાન્ડન્ટ રામ બરનસિંહ, ગેલ ગંધારના મદદનીશ કમાન્ડન્ટ રંજીબકુમાર મિશ્રા તેમજ ONGC HEP દહેજના મદદનીશ કમાન્ડન્ટ સુનિલ કુમાર સહિત મોટી સંખ્યામાં CISF ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.