New Update
/connect-gujarat/media/post_banners/7b495ac62c04db2c86e7bd0d22fb648f1d8affa5bcede5dad91da98822086687.jpg)
ભરૂચ શહેરમાં આશા વર્કર બહેનોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે આશા વર્કર બહેનોએ ભરૂચ કલેકટર કચેરી ખાતેથી રેલી યોજી ભરૂચ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા જ્યાં આશા વર્કર બહેનોએ જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આશા વર્કર બહેનોને સમાન કામ સમાન વેતનની માંગ સાથે વધારાનું કામ સોંપવામાં આવતું હોવાના આક્ષેપ સાથે તેમજ અધિકારીઓ દ્વારા આશા વર્કરની બહેનોને ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આગામી 30મી ઓગસ્ટના રોજ તમામ આશા વર્કરની બહેનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે .