Connect Gujarat
ભરૂચ

ભરૂચ : તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાય, સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરાયું...

તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરાય, સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરાયું...
X

ભરૂચના તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચના તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પ્રતિવર્ષ ઋષિકુમારો દ્વારા વિવિધ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે સવા લાખ રૂદ્રાક્ષમાંથી 11 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ તા. 10થી 15 સપ્ટેમ્બર 2023, એટલે કે શ્રાવણ વદ અગિયારસથી શ્રાવણ વદ અમાસ સુધી આપવામાં આવ્યો હતો. આ દિવસોમાં રૂદ્રાક્ષના શિવલિંગના દર્શન, પૂજન, અભિષેક તથા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચ દિવસીય કરેલા અનુષ્ઠાનમાં કુલ એક લાખ નામજપ કરવામાં આવ્યા હતા. જેમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે, શ્રાવણ વદ અમાસના શુભ દિવસે સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

Next Story