Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 70 KMના હાઇવે પર 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના મોત, અકસ્માતો અટકાવવા સમીક્ષા

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે

X

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતમાં પ્રતિ વર્ષ સરેરાશ 250 લોકોના મોત થઇ રહયાં છે ત્યારે અકસ્માતો અટકાવવા માટે 9 જેટલાં એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે. રોડ સેફટી ઓથોરીટીની સુચના બાદ અલગ અલગ વિભાગના અધિકારીઓએ એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.કરજણ ટોલપ્લાઝાથી ધામરોડ પાટીયા સુધીના નેશનલ હાઇવે પર અકસ્માતોમાં પ્રતિ વર્ષ 250 જેટલા લોકો જીવ ગુમાવી રહયાં છે. અકસ્માતો અટકાવવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સુચનાથી વિવિધ વિભાગોની બનેલી ટીમે એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. આ 70 કીમીના હાઇવે પર 9 જેટલા સ્થળોએ એકસીડન્ટ ઝોન તરીકે અલગ તારવવામાં આવ્યાં છે.આ સ્થળોએ અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ અકસ્માત થતા કઈ રીતે અટકાવી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમમાં ટ્રાફિક પીઆઇ એમ.વી.તડવી, આરટીઓ ઇન્સપેકટર વિનુ મકવાણા, નેશનલ હાઇવેના દિલીપસિંહ બોરાધરા સહિતના અધિકારીઓ સામેલ થયાં હતાં. તેમણે અકસ્માત ઝોનના સ્થળોએ થર્મો પ્લાસ્ટિકના પટ્ટા મારવા, લાઇટો લગાવવી તથા સાઇનબોર્ડ લગાડવા સહીતના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.

Next Story