/connect-gujarat/media/post_banners/4bbff136aa11dadf7828880c951d2c2c5cdeaa6be6f0890978772e3b634cb430.jpg)
ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી કોરોના વાયરસ જાગૃતતા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ રથ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને કોરોના સામે સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપશે.
ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણથી જનતાને સુરક્ષા આપવા મહા રસીકરણ કેમ્પ સહિત આરોગ્ય શાખાની ટીમ દ્વારા જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચીનથી આવેલી કોરોના બીમારીએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે, ભારત દેશમાં પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણથી લોકોએ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવ્યો હતો. તે જોતા ભારતના તબીબો દ્વારા ઘણા પરીક્ષણો બાદ કોરોના સામે સુરક્ષા મેળવવાની રસી બનાવાય છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ રાહત શ્વાસ લીધો હતો. સરકાર દ્વારા કોરોનાથી લોકોને સુરક્ષા મળે તે અંતર્ગત કોરોના રસીકરણ મહા અભિયાન જેવા કાર્યક્રમો થકી લોકોને રસીઓ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ઘણા તાલુકાના છેવાડાના ગામોમાં રસીકરણથી ભયના કારણે વંચિત રહેલા લોકોમાં રસી બાબતે જાગૃતતા આવે તેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના અને યુનિસેફ વર્લ્ડ વિઝનના સહયોગથી જાગૃતતા રથનું આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરા, ડો. નિલેશ પટેલ, યુનિસેફ વલ્ડ વિઝન સંસ્થાના હોદ્દેદારોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.