જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાય બેઠક
તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનની વરણી
બિનહરીફ તરીકે જાહેર થતાં બળવંત રાઠોડની વરણી
ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત તાલુકા પંચાયતના સાંભખંડ ખાતે ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતીમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ન્યાય સમિતિના ચેરમેન રેખા રાઠોડની ટર્મ પુરી થતાં તેઓએ ન્યાય સમિતિના સભાપદ પરથી રાજીનામું આપ્યું હતું,
ત્યારે ન્યાય સમિતિના નવા ચેરમેન માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જેમાં બળવંત રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે જંબુસર તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેનની વરણી માટેની તમામ પ્રક્રિયા તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.
બિનહરીફ ન્યાય સમિતિના ચેરમેન તરીકે બળવંત રાઠોડને જાહેર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી સહીત તાલુકાના હોદેદારો દ્વારા નવનિયુક્ત ન્યાય સમિતિના ચેરમેન બળવંત રાઠોડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.