New Update
/connect-gujarat/media/post_banners/6d71e45369fa5a30b1da3c88b7db1568d0947f0fa4587d54b9dba5532e2baee7.jpg)
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી, ત્યારે ભક્તજનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમાં ઝાડેશ્વર પંથકમાં પાંચ દિવસ માટે સ્થાપિત કરવામાં આવેલા શ્રીજીને ભક્તજનોએ ભાવભીની વિદાય આપી હતી. ઝાડેશ્વર અભિનવ એવન્યુ ઝાડેશ્વર ચોકડી ખાતે રહેતા શ્રીજીના ભક્તોએ અત્યંત ધાર્મિક વાતાવરણમાં ડીજેના તાલે અને માર્ગમાં ગરબાની રમઝટ બોલાવી લાગણીસભર વાતાવરણમાં નર્મદા નદીના પવિત્ર જળમાં શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.