Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી બાતમીના આધારે 2 ઈસમોને શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર શહેરમાં હનુમાન જયંતીના બંદોબસ્તમાં હાજર હતી.

ભરૂચ: અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી બાતમીના આધારે 2 ઈસમોને શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા
X

ભરૂચ એસઓજી પોલીસ અંકલેશ્વર શહેરમાં હનુમાન જયંતીના બંદોબસ્તમાં હાજર હતી. તે દરમ્યાન બાતમી આધારે અંસાર માર્કેટ ખાતે આવેલા એસ.કે. ટ્રેડર્સ સામે એક આઈસર ટેમ્પો નંબર GJ- 16 - AW 1796 રોકીને ચેક કરતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખંડની પ્લેટો તથા લોખંડના સળીયાનો ભંગાર ભરેલો હતો. જે શંકાસ્પદ આઈસર ટેમ્પોમાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે તેના ચાલક નિયામત અકબરભાઈ પઠાણ ઉ.વ.45 હાલ રહે ઘટી ફળીયુ પાણીની ટાંકીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી લોખંડની પ્લેટો તેમજ લોખંડનો ભંગારનું કુલ વજન 4280 કિં.રૂ.85,600, આઈસર ટેમ્પો કિં.રૂ.10 લાખ મળી કુલ કિ.રૂ.10,85,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે બીજા કેસમાં એસઓજી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, અંસાર માર્કેટ ખાતે આવેલા એક શંકાસ્પદ બોલેરો પીકઅપ નંબર GJ-16 A - 8544 રોકીને ચેક કરતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખડની મોટી બે પ્લેટો તથા લોખંડના સળીયાનો ભંગાર ભરેલો હતો. જે શંકાસ્પદ બોલેરો પીકઅપમાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ નહીં આપતા આરોપી સદ્દામ નેક્સે ખાન ઉ.વ .30 રહે ભંગારની દુકાનમા નવાગામ કારવેલ તા.અંકલેશ્વરને ઝડપી પાડીને તેની પાસેથી લોખંડનની પ્લેટો તથા સળીયાનો ભંગાર કુલ વજન 50 કિં. 3,19,000, બોલેરો પીકઅપ કિં.રૂ. 2 લાખ મળી કુલ કિં.રૂ.2,19,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Next Story