Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે.

ભરૂચ : રંગોના તહેવાર હોળી-ધૂળેટી પૂર્વે મોંઘવારી લાવી બજારોમાં મંદી, જુઓ વેપારીઓએ શું કહ્યું..!
X

રંગોના તહેવાર હોળી-ધૂળેટી પર્વ પૂર્વે ભરૂચમાં રંગયુદ્ધના શસ્ત્ર એવી પિચકારીઓનું મંદીના કારણે વેંચાણ નહીં થતાં રંગોત્સવનો રંગ ફિક્કો જણાઈ રહ્યો છે. જોકે, વેપારીઓને તહેવારોના અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી આશા છે.

રંગોના તહેવાર હોળી-ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચના બજારોમાં ખડકાયેલ પિચકારી અને રંગોની દુકાનો પર માહોલ હજુ જામી રહ્યો નથી. રંગયુદ્ધનું શસ્ત્ર એવી પિચકારીઓની અવનવી વેરાયટીથી બજાર ઉભરાઈ રહ્યા છે. તો શકિતનાથ, લિંક રોડ, મકતમપુર અને ઝાડેશ્વર રોડ સહિતના વિસ્તારોમાં હંગામી સ્ટોલ પણ લાગી ચૂક્યા છે, જ્યાં વિવિધ પ્રકારની પિચકારીઓ રૂ. 100થી 700 સુધીમાં મળી રહી છે. ગતવર્ષ કરતા આ વર્ષે લગભગ 30 ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, હજુ શાળાઓમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી વેપારીઓના લલાટે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. જોકે, અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

Next Story