Connect Gujarat
ભરૂચ

ભરૂચ : મુખ્યમંત્રીના આગમન પહેલાં શહેરમાં રસ્તાઓની કાયાપલટ, તંત્ર લાગ્યું કામે

રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ પ્રથમ વખત ભરૂચની મુલાકાતે આવી રહયાં છે.

X

રાજયના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરૂવારના રોજ પ્રથમ વખત ભરૂચની મુલાકાતે આવી રહયાં છે. મુખ્યમંત્રીના આગમન પહેલાં તંત્રએ રોડ પરના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરતાં વાહનચાલકોને રાહત સાંપડી છે...

ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી અને ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે પ્રથમ વખત ભરૂચની મુલાકાતે આવી રહયાં છે. તેમના હસ્તે વિવિધ યોજનાઓ તેમજ પ્રોજેકટના ભુમિપુજન અને લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવકારવા ભાજપના સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. બીજી તરફ વહીવટીતંત્ર પણ કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે.... સામાન્ય રીતે કોઇ પણ નેતાઓ આવતાં હોય ત્યારે રસ્તાઓના ખાડા પુરવામાં આવતાં હોય છે તથા ગંદકી અને ઝુ઼પડપટ્ટીઓ પડદાથી ઢાંકી દેવામાં આવતી હોય છે. બસ આવું જ ભરૂચમાં જોવા મળી રહયું છે. મુખ્યમંત્રીના આગમન પહેલાં શહેરના ખખડધજ બની ગયેલાં રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવતાં વાહનચાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને તેઓ પણ કહી રહયાં છે ભલે પધારો મુખ્યમંત્રી....

Next Story