ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટી સુધી પહોચે તે પૂર્વે તંત્ર એલર્ટ, નદી કાંઠે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા...

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે.

New Update
ભરૂચ : નર્મદા નદી ભયજનક સપાટી સુધી પહોચે તે પૂર્વે તંત્ર એલર્ટ, નદી કાંઠે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા...

સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. તો બીજી તરફ, સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે ડેમમાંથી 7.50 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારો એટલે કે, નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર પણ રાત્રી દરમિયાન વધવાની શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોનું સર્વે કરી અધિકારીઓ સહિતની ટીમને એલર્ટ મોડ પર મુકવામાં આવ્યા છે. આ સાથે જ નદી કાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.