ભરૂચ : આવનાર તહેવારો પૂર્વે શહેરમાં સુખ-સુવિધા મુદ્દે પાલિકા વિપક્ષની પાલિકા પ્રમુખને રજૂઆત…

New Update
ભરૂચ : આવનાર તહેવારો પૂર્વે શહેરમાં સુખ-સુવિધા મુદ્દે પાલિકા વિપક્ષની પાલિકા પ્રમુખને રજૂઆત…

ભરૂચ શહેરમાં આગામી દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર છે, ત્યારે રોડ-રસ્તા, કાર્પેટીંગ, સ્ટ્રીટ લાઈટ સહિતની કામગીરી વહેલી તકે કરવામાં આવે તે માટે નગરપાલિકા ખાતે વિપક્ષ દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં થનારી છડીનોમ, મેઘરાજા મહોત્સવ, ગણેશ મહોત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવારને લઈ પાલિકા દ્વારા જે તે વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈની કામગીરી દરરોજ નિયમિત પ્રમાણે કરવામાં આવે સાથે વાલ્મિકી સમાજ, ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે કાઢવામાં આવતી છડી યાત્રાના તમામ રૂટ ઉપર તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે, આ રસ્તાની આજુબાજુ ઉભરાતી ગટરોની સફાઈ કરવામાં આવે, જંતુનાશક દવાનો છંટકાવ તેમજ છડીના રૂટ ઉપર રસ્તા પર પડેલ ખાડાઓ પુરવામાં આવે, અને જરૂર જણાય તો તાત્કાલિક ધોરણે રસ્તાઓને રીકાર્પેટિંગ કરવામાં આવે, તો આ જ રૂટ પર વીજ વાયરો નમી પડેલા હોય જેને ડીજીવીસીએલ કચેરીને જાણ કરી વીજ વાયરો ઉપર કરવામાં આવે સહિતની કામગીરી બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી સહિતના કોંગ્રેસના સભ્યો દ્વારા પાલિકા પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષની રજૂઆત બાબતે પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા અઠવાડિયાથી દરેક છડીના રૂટો પર સફાઈ, સ્ટ્રીટ લાઈટ અને કાર્પેટીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી આવનારા તહેવારોમાં લોકો શાંતિપ્રિય રીતે અને મુશ્કેલી વગર તહેવારોની મઝા માણી શકે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories