Connect Gujarat
ભરૂચ

ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય...

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગૌપૂજન સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહિલા મોરચા પ્રમુખ પ્રફુલ્લા દૂધવાલા સહિતના આગેવાનોના હસ્તે ગૌ-પ્રેમી ભૂદેવ કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે પ્રથમ ગૌપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ગૌમાતાને 1,150 જેટલી ગોળ-ઘી મિશ્રિત રોટલી ખવડાવવામાં આવી હતી. આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપીન ભટ્ટ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story