ભરૂચ: જિલ્લાના સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં ભાજપ કારોબારી બેઠક યોજાઈ

ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

New Update
ભરૂચ: જિલ્લાના સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં ભાજપ કારોબારી બેઠક યોજાઈ

ભરૂચ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપની કારોબારી બેઠક સંગઠન પ્રભારી જનક બગદાણાની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવનાર સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે તમમાં રાજકીય પક્ષઓ ચુંટણીમાં પોતાના પક્ષને વધુ બેઠકો પર જીત મળે તેના ભાગરૂપે બેઠકો અને કાર્યક્રમો થકી પક્ષને મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ શહેરના આત્મીય હોલ ખાતે જિલ્લાના સંગઠન પ્રભારી જનક બગદાણાજીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 6 વિધાન સભાની બેઠકો પર ભાજપ પક્ષની જીત સુનિશ્ચિત કરવાના હેતુસર કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠકો યોજી પક્ષને દરેક વિધાનસભામાં વધુને વધુ મતોથી જીત મેળવવાના પ્રયાસો કરવા માટેની મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. આ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા અને તાલુકાના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, કારોબારી સભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

Latest Stories