ભરૂચ: ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ, મોદી સરકારની સિદ્ધિઓની અપાય માહિતી

લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

ભરૂચ: ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ, મોદી સરકારની સિદ્ધિઓની અપાય માહિતી
New Update

લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે .ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી

#Bharuch #Gujarat #CGNews #BJP #Modi government #campaign #Launches #door-to-door
Here are a few more articles:
Read the Next Article