ભરૂચ : ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે.

New Update
ભરૂચ : ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે યુવા પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં યુવા ભાજપ મોરચા દ્વારા એક સપ્તાહ સુધી બલિદાન દિવસ મનાવાઈ રહ્યો છે. રાજ્યના 579 મંડળમાં રક્તદાન કેમ્પ યોજી 51 હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો યુવા ભાજપ મોરચાનો નીર્ધાર છે, ત્યારે એકત્ર કરાયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ સગર્ભાઓને ઉપયોગમાં આવે તેવું આયોજન કરાયું છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ તા. 30 જૂન સુધી રક્તદાન શિબિરો આયોજિત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની ઉપસ્થિતીમાં ભરૂચના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી ભવન ખાતે ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિર યોજાય હતી, ત્યારે રક્તદાન શિબિર દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા અને શક્તિસિંહ ગોહિલ, યુવા મોરચાના શહેર પ્રમુખ મિહિર સોલંકી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories