/connect-gujarat/media/post_banners/81bd2567a9f1c9b94190cbbc7b120fd85a3e861eb5ce755369caaa7c7c9bb11f.webp)
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ એકત્ર થઈ રકતદાન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાજપ યુવા મોરચા ભરૂચ વિધાનસભા દ્વારા ગોલ્ડન સ્ક્વેરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા કાર્યકરો તેમજ અન્ય લોકો દ્વારા રકતદાન કરી “રક્તદાન એ જ મહાદાન” ઉક્તિને સાર્થક કરી માનવ ધર્મ બજાવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારસભ્ય રમેશ મિસ્ત્રી, જીલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ સહિત અન્ય હોદેદારો અને કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.