Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.

X

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાય

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે બેઠકનું આયોજન

અનેક હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

ભરૂચ જિલ્લા ભાજપની આજરોજ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.

બેઠકમાં 2024ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કારોબારી બેઠક બાદ હવે જિલ્લાના તમામ 14 મંડળોમાં બેઠકનું આયોજન કરાશે.જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.

ભાજપ જિલ્લા કારોબારી બેઠકમાં સંગઠન પ્રભારી અશોકભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્યો ઇશ્વરસિંહ પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરતસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story