/connect-gujarat/media/post_banners/b102882adee55624f99196e3bb47226bb6f26eeca933cdc7e71c399eadbddfd5.jpg)
ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી જંબુસર શહેર યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ નિમિત્તે સરસ્વતી વિદ્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.
ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાન શિબિર યોજાઈ રહી છેજે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સરસ્વતી વિદ્યાલય ખાતે જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પુષ્કર્ણા, શક્તિસિંહ પરમારની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી.રક્તદાન એ મહાદાન છે.કોઈકના બુજતાં જીવનદીપને નવજીવન આપવા રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જંબુસર શહેર પ્રભારી હેમદિપ પટેલ, જિલ્લા મંત્રી ફાલ્ગુન લિમ્બંચિયા પણ ઉપસ્થિત રહ્યાં હતા.દિપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકરો હાજર રહી રક્તદાન કર્યું હતું.રક્તદાન શિબિરમાં જિલ્લા કાર્યાલય મંત્રી જગદીશ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ ભાવિક કાછીયા પટેલ જિલ્લા મહામંત્રી અમિત રાયકા, ઉપપ્રમુખ રીતેશ પટેલ અને શહેર યુવા મોરચા ટીમ હાજર રહી હતી.