ભરૂચ : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે જંબુસરમાં ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિતે જંબુસરમાં ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય

ભાજપના સ્થાપક એવા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના ટંકારી ભાગોળ નજીક આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. આ પ્રસંગે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં યુવાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 30 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જે જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવશે તેવું આયોજન કરાયું છે. સમગ્ર રક્તદાન શિબિરમાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories