New Update
/connect-gujarat/media/post_banners/339bf6ab74573803e17ad0807440fd84e5ca0dd06839548599e33d53ce0c0d53.jpg)
ભરૂચ JCI દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
જે.સી.આઈ.ભરૂચ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના દિવ્યજીવન સંઘ હોલ ખાતે સિવિલ હોસ્પિટલ બલ્ડ બેન્કના સહયોગથી આ રક્તદાન શિબિર યોજાય હતી જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને સાયકલિસ્ટ ક્લબનો પણ સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે ત્રણેય સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories