/connect-gujarat/media/post_banners/897cf53c5c7efc490ebd45b9e5d46b6e628d8179e69d85ea34110a8cabe96f5a.webp)
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પ્લેટફોર્મ નં. 1 ઉપર અગ્રગણ્ય સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
“રક્તદાન એ જ મહાદાન”ના સૂત્રને સાર્થક કરવા જેસીઆઈ ભરૂચ, ભરૂચ રેલ્વે સ્ટેશન, વડોદરા ડિવિઝન વેસ્ટન રેલ્વે પેસેન્જર પાસ હોલ્ડર, વેલફેર એસોસિએશન દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશન સ્થિત પ્લેટફોર્મ નં. 1 ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ભરૂચ રેલ્વે સ્ટેશન કોમર્શિયલ ઇન્સ્પેક્ટર આદિત્ય શુક્લા, રેલ્વે સુપ્રિટેન્ડન્ટ, પ્રેસિડેન્ટ ઓફ પાસ હોલ્ડર એસોસિએશન હબીબ લોખંડવાલા, દિવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ રીપ્રેઝન્ટેટિવ, ભરૂચ રેલ્વે સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.