/connect-gujarat/media/post_banners/315f487fc151d6477f3f8feedc2082033fdfc3a2cb4cf0473d201d1b1bcbf6b2.jpg)
ભરૂચ એસઓજીએ અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાંથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરના સંજાલી ગામમાં હોળી ચકલા લીમડા ફળિયામાં સંગમ કલીનીક નામનું ડીગ્રી વિના દવાખાનું ખોલી એક ઇસમ મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મેડીકલ સાધનો અને દવાઓ સહીતના સાધનો મળી કુલ 7 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડીગ્રી વિના મેડીકલ પ્રેકટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળ અને હાલ બાકરોલ ગામના રાઠવા નગરમાં રહેતો રોબીન જગદીશ રાયને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.