ભરૂચ : પોલીસના મારથી બચવા બુટલેગરે મુકી દોટ, દોડતા દોડતા પડયો કુવામાં, જુઓ પછી શું થયું

કેલ્વીકુવા ગામે પોલીસે પાડયો દરોડો, બુટલેગર પાસેથી પોલીસને ન મળ્યો દારૂનો જથ્થો.

New Update
ભરૂચ : પોલીસના મારથી બચવા બુટલેગરે મુકી દોટ, દોડતા દોડતા પડયો કુવામાં, જુઓ પછી શું થયું

ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના બુટલેગરનું વિચિત્ર રીતે મોત થયું છે. પોલીસના મારથી બચવા ભાગી રહેલો બુટલેગર કુવામાં ખાબકયો હતો જયાં કુવામાં ડુબી જવાના કારણે તેનું મોત થયું હતું.

નેત્રંગ તાલુકાનાં કેલ્વીકૂવા ગામ ખાતે રહેતો દલસુખ ઉર્ફે ગોટીયો રૂપાભાઈ વસાવા નામના બુટલેગર પોલીસથી બચવા ભાગ્યો હતો પણ કુવામાં પડી જતાં તેને મોત મળી ગયું હતું. બુટલેગરના પરિવાર પાસેથી મળતી માહિતી મુજબ ગત રોજ એલસીબીની ટીમે કેલ્વીકુવા ગામે દરોડો પાડયો હતો. દલસુખના ઘરે પોલીસ કર્મચારીઓએ જઇ પરિવારના તમામ સભ્યોના મોબાઇલ ફોન કબજે લઇ લીધાં હતાં.

લગભગ અઢી કલાક સુધી શોધખોળ કર્યા બાદ પણ પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો. દલસુખે પોલીસને જણાવ્યુ હતું કે તેને એક દોઢ મહિનાથી ધંધો બંધ કરી છે. તેમ છતાં તેને પોલીસ મારશે તેવો ડર લાગ્યો હતો. અને તે પોલીસને ચકમો આપી ભાગ્યો હતો અને પોલીસ ટીમે પણ તેનો પીછો કર્યો હતો. ભાગતી વેળા કુવામાં પડી જતાં દલસુખનું મોત થઇ ગયું હતું. પોલીસે બનાવ અંગે કોઇને જાણ નહિ કરવા બુટલેગરના મિત્રોને ધમકીઓ પણ આપી હતી. મૃતકના પરિવારે જણાવ્યું છે કે, પોલીસ કર્મીઓ પર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાંથી પરત ઘરે નહી લઇ જવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories