ભરૂચ: ભાઈઓએ ભેગા મળી બહેનના સસરાને ઢોર માર મારતા મોત,હત્યાનો ગુનો નોંધવાની માંગ

વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો.

New Update
ભરૂચ: ભાઈઓએ ભેગા મળી બહેનના સસરાને ઢોર માર મારતા મોત,હત્યાનો ગુનો નોંધવાની માંગ

ભરૂચના વેજલપુર વિસ્તારમાં વૃદ્ધને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારજનોએ જવાબદારો સામે હત્યા અંગેનો ગુનો નોંધવાની માંગ સાથે પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.

ભરૂચના વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ ઘટનામાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું ત્યારે ગત રાત્રીએ મૃતકના સંબંધીઓ અને પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે હોબાળો મચાવ્યો હતો. આ અંગે પરિવારજનોના જણાવ્યા અનુસાર શૈલેષ મિસ્ત્રી, અમિષ મિસ્ત્રી અને લક્ષ્મી મિસ્ત્રીએ ભેગા મળી વૃદ્ધને ઢોર માર માર્યો હતો જેમાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું આથી જવાબદારો સામે હત્યા અંગેની કલમનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીના બે ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે

Latest Stories