Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTP દ્વારા તંત્રને આવેદન અપાયું…

નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.

X

નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે. હજારો લોકોની ઘરવખરી પાણીમાં વહી જતાં મોટું નુકશાન થયું છે, ત્યારે સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTPના અધ્યક્ષ મહેશ વસાવાની આગેવાની ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં થયેલી તરાજી બાબતે BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ સરકાર પર આક્ષેપ સાથે તાત્કાલિક પૂરગ્રસ્તોને વળતરની માંગ સાથેનું આવેદન પત્ર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આપી રજૂઆત કરી હતી. મહેશ વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત તા. 17 સપ્ટેમ્બર 2023ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ હોવાના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાનને ખુશ કરવા માટે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નવા નિરના વધામણા કરાયા હતા. પરંતુ આ વધામણા સૌથી મોટું નુકશાન નર્મદા નદીના કિનારા પર વસેલા ગામોમાં થયું છે. પૂરના પાણી કિનારાની આસપાસના ગામોમાં ફરી વળ્યા અને ગામોના ગામ ડૂબી ગયા હતા. જેના કારણે લોકોને મોટાપાયે આર્થિક નુકશાન થયું છે. ખેડૂતો અને પશુપાલકોને આર્થિક નુકસાન થવાના કારણે તેઓ પાયમાલ થયા છે. મહેશ વસાવાએ વધુ જણાવ્યું હતું કે, અમે લોકોને આહ્વાન કરીએ છે કે, 17 સપ્ટેમ્બરના દિવસને લોકો કાળા દિવસ તરીકે ઓળખે, અને સરકાર પાસે માંગ કરીએ છીએ કે, આવા કૃત્ય કરનાર સરદાર સરોવર નિગમના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, અને અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નુકશાનીનું વળતર ચૂકવવા માંગ ઉઠી છે.

Next Story