/connect-gujarat/media/post_banners/605bed9e77c811882dc5467bb56e982d81d301e4814766b6ae45b9d67247e884.jpg)
ભરૂચના એક બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયો ત્યારે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી 1 કરોડ ઉપરાંતની ચોરી કરતાં ખળભળાટ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચમાં એક બિલ્ડર પરિવાર સાથે કુળદેવીના દર્શને ગયું અને તસ્કરોએ ઘરમાં તિજોરીમાં મુકેલા રૂપિયા 1 કરોડ સેરવી જતા ખળભળાટ મચ્યો છે. દેવ દર્શનોથી પરત ફરેલા પરિવારને ઘરે પાછા ફર્યા બાદ ઘરમાં સમાન વેરવિખેર નજરે પડતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન આટલી મોટી રકમની ચોરી સામે આવતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જે મામલે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહીત ટેક્નિકલ એક્સપર્ટ્સની મદદ લઈ તસ્કરોની ભાળ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી છે. બનાવ સંદર્ભે ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે
બિલ્ડરે વેપારના કામે ઘરમાં 500ના દરની 100 નોટના 192 બંડલ તથા 500ના દરની 93 નોટ છૂટી જેની કુલ કિંમતે રૂપિયાની 96,46,500 , આ ઉપરાંત બે હજારના દરની 100 નોટના ત્રણ બંડલ જેની કિમંત રૂપિયા 6 લાખ અને 200 રૂપિયાના દરની 100 નોટના 5 બંડલ જેની કિમંત રૂપિયા ૧ લાખ સાથે 100 રૂપિયાની અને 200 રૂપિયાની ચલણી નોટ મળી રૂપિયા 50 હજાર મળી કુલ રોકડા રૂપિયા 10 લાખ 39 હજાર 650 ઘરમાં રાખ્યા હતા જે તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા છે.આ અંગે ભરૂચ સી - ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.