ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ ટ્રકોના કારણે પાણીની લાઈનમાં ભંગાણ, ગ્રામજનોમાં રોષ

ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

New Update
ભરૂચ : ઝઘડિયાના ઉમલ્લા ગામે ઓવરલોડ ટ્રકોના કારણે પાણીની લાઈનમાં ભંગાણ, ગ્રામજનોમાં રોષ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના બજારમાંથી ઓવરલોડ રેતીના હાઇવા ટ્રક દોડતા છેલ્લા 4 દિવસથી ગ્રામ પંચાયતની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ઉમલ્લા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી રહ્યું નથી. છેલ્લા 4 દિવસથી ઉમલ્લાના ગ્રામજનો કેટલાક વિસ્તારમાં પાણી માટે ટળવળે છે, ત્યારે તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવ પટેલે આ બાબતે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓવરલોડ રેતીના વહનની ટ્રકોના કારણે પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી પાણીનું ભંગાણ પડ્યું છે. ગામની પ્રજા પાણી માટે વલખા મારી રહી છે. તો બીજી તરફ, પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ સાથે જ સ્થાનિકોને વેપાર-ધંધા માટે પણ અવિરત ચાલતી ટ્રકોના કારણે સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે હાલ તો ગ્રામજનોએ આ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Latest Stories