Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડીયાના મુલદ ગામની સીમમાં DGVCLના કેબલ સળગાવી દેવાયા, પોલીસ ફરિયાદ નોંધાઈ

મુલદ નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓટોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝાને ડીજીવીસીએલની ઝઘડિયા કચેરી દ્વારા વીજ જોડાણ આપેલ છે

ભરૂચ: ઝઘડીયાના મુલદ ગામની સીમમાં DGVCLના કેબલ સળગાવી દેવાયા, પોલીસ ફરિયાદ નોંધાઈ
X

ઝઘડિયા તાલુકાના મુલદ નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઓટોરિટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝાને ડીજીવીસીએલની ઝઘડિયા કચેરી દ્વારા વીજ જોડાણ આપેલ છે. બુધવારના રોજ રાત્રે ફોલ્ટ થતા વીજ પ્રવાહ બંધ થયેલ હતો જેથી ઝઘડિયા કચેરીના જુનિયરી ઇજનેર આકાશ સક્સેના તેમની ટીમ ચેકિંગમાં હતા ત્યારે જુનિયર ઇજનેરના મોબાઈલ પર ટોલ પ્લાઝાના કર્મચારી દ્વારા વોટ્સએપથી સળગેલા કેબલના ફોટા મોકલ્યા હતા. વીજ કંપની દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ટોલ પ્લાઝાને મુલદ ચોકડીથી ટોલ પ્લાઝા સુધી અંડરગ્રાઉન્ડ કેબલથી વીજ જોડાણ આપેલ છે,

જે ટોલ પ્લાઝાથી મુલદની વચ્ચે આવેલ અંડરગ્રાઉન્ડ કેબલને બહાર બે લોખંડના થાંભલા ઉપરથી લીધેલ જે જગ્યાએ કેબલ સળગાવી દેવાયા હતા તેવા ફોટા તેમને મેસેજ દ્વારા આવતા તેમણે તેમની ટીમને ચકાસણી માટે મોકલ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે મુલદથી ટોલ પ્લાઝાની વચ્ચે એક ખેતરના જમીનના સેઢા પર આવેલ અંડરગ્રાઉન્ડ કેબલ જમીનથી બહાર કાઢી બે લોખંડના થાંભલા ઉપર જોડેલ છે, જે બંને લોખંડના થાંભલાની નીચે બંને બાજુના કેબલ સળગાવી દીધા છે, કોઈ અજાણ્યા વિઘ્નસંતોષીઓ દ્વારા બંને પોલ સાથે બે ઇન્કમિંગ અને બે આઉટગોઇંગ એમ કુલ ચાર કેબલ ૪૪ મીટર જેટલા સળગાવી તથા બે આઉટડોર કીટ અને બે સ્ટ્રેટ જોઈન્ટ સળગાવી દઈ વીજ કંપનીને ૬૬,૭૫૧ રૂપિયાનું નુકસાન કરેલ છે,જેથી ઝઘડિયા વીજ કંપનીના જુનિયર ઇજનેર આકાશભાઈ બળવંતભાઈ સક્સેનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Next Story