New Update
/connect-gujarat/media/post_banners/d9548e77a6b3047e9f7fcbaa4edbdd9c5c013e1e81f807d4b69ffb70059e2266.webp)
નેત્રંગ બજારમાં ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોનારોષનો ભોગ ગ્રામ પંચાયતના સભ્યો ન બને તે માટે હંગામી ધોરણે મસ મોટો ખાડો ખોદીને પાણી નિકાલની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રયાસ બાદ પાણીનોનિકાલ તો થઈ ગયો પરંતુ ખાડાને પુરવાની કામગીરી ગ્રામ પંચાયત દ્વારા ન કરતા ગતરોજ રાત્રી દરમિયાન વાછરડું ખાડામાં ખાબક્યું હતું.આ ઘટનાની જાણ સવારે સ્થાનિકોને થતા વાછરડા અને ગાયને બચાવા ડોટ મૂકી પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ગાય અને વાછરડાને બહાર કાઢતા વાછરડાનું મોત નિપજયું હતું ત્યારે ખાડાને વહેલી તકે પુરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
Latest Stories