ભરૂચ: પતંગના ઘાતક દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન..

પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
ભરૂચ: પતંગના ઘાતક દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પનું આયોજન..

ઉત્તરાયણના પર્વ પર પતંગની દોરથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ અને રેસ્ક્યું એન્ડ રિહેબ ફાઉનડેશન દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તારીખ ૧૪,૧૫ અને ૧૬ જાન્યુઆરી સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી પક્ષી બચાવો અભ્યાન અંતર્ગત પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત પક્ષીઓનો બચાવ અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

૩ દિવસના આ કેમ્પનું ઉદઘાટન આજે એમ આઇ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે ડેપ્યુટી કન્સરવેટર ઓફ ફોરેસ્ટ ઉર્વશી પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે રોટરી ક્લબ ઓફ ભરુચના પ્રમુખ ડો વિહંગ સુખડિયા ,સેક્રેટરી ઉક્ષીત પરીખ, પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર અને રેસક્યું એન્ડ રીહેબ ફાઉન્ડેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા...

Latest Stories