/connect-gujarat/media/post_banners/45f827f1690b2949ae54bc2bb1c8550b7a590033708b77adfb0229357b622280.jpg)
ભરૂચના આમોદમાં આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના આમોદમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસ્વારની આગેવાની હેઠળ આઝાદી કા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આમોદ પોલીસ મથકેથી ડી.જે.ના તાલ સાથે દેશભક્તિ ગીતોના સથવારે વિશાળ રેલી નીકળી હતી.જેમાં આમોદ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, ટી.આર.બી. જવાનો,તેમજ શાળાના બાળકો સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ,આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશભાઈ પટેલ શાળાના આચાર્ય વિષ્ણુભાઈ ગઢવી પણ જોડાયા હતા.રેલી મામલતદાર કચેરીથી નીકળી તિલક મેદાન,આમોદ ચાર રસ્તા થઈ વિવિધ સુત્રોચાર તેમજ દેશભક્તિના ગીતો સાથે પોલીસ મથકે પરત ફરી હતી.