/connect-gujarat/media/post_banners/2ca14b5892d0c5584069877c4572205849d024993e23529dde4fe78f4e91856a.jpg)
કોરોનાની શાંત પડેલી બીજી લહેર વચ્ચે હીંદુ સમાજના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે. શીતળા માતાજીની આરાધનાના પર્વ શીતળા સાતમની ભરૂચ ખાતે ભકિતસભર માહોલમાં ઉજવણી કરાઇ હતી.
શ્રાવણ મહિનો આવતાની સાથે હીંદુ સમાજના તહેવારોની શૃંખલાનો પ્રારંભ થઇ ચુકયો છે. આજરોજ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. શીતળા સાતમ અગાઉ રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓએ ભોજન તૈયાર કરી લીધું હતું. આજે શીતળા માતાજીની પુજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં થયેલા ઉલ્લેખ મુજબ છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી કોઈ પણ ગરમ વાનગી બનતી નથી.સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પુજા કરવામાં આવી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતે નર્મદા મૈયાના કીનારે શીતળા માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરી તંદુરસ્તી અર્પણ કરે છે તેવી લોક વાયકા છે....