Connect Gujarat
ભરૂચ

ભરૂચ: જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી

ભરૂચના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરેના 11માં પાટોત્સવ પ્રસંગે સુંદર સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરેના 11માં પાટોત્સવ પ્રસંગે સુંદર સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસમાં કુલ સાત પ્રકરણો છે, જેના નામ છે બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. તેમાંથી પાંચમો અધ્યાય સુંદરકાંડ છે.આ સુંદર કાવ્યની રચનાને ભરૂચ શહેરના ભોલાવ સ્થિત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવેલા શ્રીકષ્ટભંજન હનુમાનજી મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે મંદિર સંચાલકો દ્વારા સંદીપ પુરાણીના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ મેળવી ભગવાન રામના ભક્ત એવા હનુમાનજીની લીલા, શક્તિ અને વિજયની ગાથા સંભાળી ધન્યતા અનુભવી હતી

Next Story