/connect-gujarat/media/post_banners/35715976fa0f79e164ccab876b73afaa2ca5577e2de4e6df8fa81bacf6102c5a.jpg)
ભરૂચમાં જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદનો 59મો સ્થાપના દિવસ આવતો હોવાથી VHPના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પૂજન-અર્ચન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની વચ્ચે આજે વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ પણ ઉજવાય રહ્યો છે, ત્યારે ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ નીલકંઠ ઉપરના હોલમાં વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. VHPના સ્થાપના દિવસ નિમિત્તે સંતો-મહંતોની ઉપસ્થિતીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં VHPના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.