New Update
/connect-gujarat/media/post_banners/b5ee3eebddc8eed33cb443890f5a7043f572ea6cda08baf9caa8f6f549761ad0.jpg)
આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભરૂચમાં માઈભક્તોના આસ્થાના કેન્દ્રસમા દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઘટ સ્થાપન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી માતાના મંદિરે માઈભક્તોનું ઘોડાપુર ઊમટ્યું હતું. અંબાજી મંદિરે ચૈત્રી નવરાત્રિના નવે નવ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઠમ આને નોમ નિમિત્તે હવન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમો લ્હાવો લેવા મંદિરના મહંત દ્વારા શહેરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/09/pm-2025-07-09-21-39-35.jpg)
LIVE