Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર નજીક હાઇવે પર સતત બીજા દિવસે પણ ચક્કાજામના દ્રશ્યો, માર્ગની બિસ્માર હાલત જવાબદાર !

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ પુન: માથું ચકાયું છે.

X

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યાએ પુન: માથું ચકાયું છે. છેલ્લા બે દિવસથી અંકલેશ્વર નજીક હાઇવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે

ભરૂચમાંથી પસાર થતાં નેશનલ હાઇવેના માર્ગ પર દર ચોમાસાની જેમ આ વર્ષે પણ ખાડાઓ પડી ગયાં છે. આ વર્ષે અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે અંડરબ્રિજથી કામગીરી પણ ચાલી રહી હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. શુક્રવારે હાઇવે પર 30 કીમી સુધી વાહનોની કતાર જોવા મળી હતી. વાહનોનાં પૈડાં થંભ જતા વાહન ચાલકોને યાતના વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આજે સતત બીજા દિવસે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર જાણે થંભી ગયો હતો. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં સૌથી વધારે ટ્રાફિક જોવા મળી રહયો છે. હાઇવે પર થતાં ટ્રાફિકજામની અસર ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં પણ વર્તાય રહી છે.નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ હોવાના કારણે આંતરિક માર્ગો પર પણ ચક્કાજામ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.પોલીસ વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહનચાલકો માગ કરી રહયાં છે.

Next Story