/connect-gujarat/media/post_banners/a9ef97a81f8af414a312b03404659c7c50ca9dea354d2395f1ea60eba1bcbc97.jpg)
આહેરોહ ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાન જયંતિના પર્વની ભરૂચ જિલ્લામાં અત્યંત ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાચીન સમયથી પાવન સલીલા માઁ નર્મદા નદી કિનારે આવેલ રોકડીયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે મહાઆરતી, દર્શન, પૂજન અર્ચન અને અન્નકૂટ, મહાપ્રસાદી સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કસક સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. દર વર્ષે રોકડીયા હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ત્યારે હનુમાન જયંતિ નિમિત્તે પરમ પૂજ્ય શ્રીશ્રીશ્રી 1008 મહામંડલેશ્વર વર્તમાન પીઠાધીશ્વર સનકાદીકચાર્ય ઓમકારદાસજી મહારાજની પ્રેરણાથી મંદિરના મહંત રામદાસ મહારાજના સાનિધ્યમાં 56 ભોગનો અન્નકૂટ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે કસક વિસ્તારમાં આવેલા શ્રી જ્ઞાનેશ્વર હનુમાનજી મંદિરે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન હનુમાન જયંતી નિમિત્તે રાખવામાં આવ્યો હતો જેનું હનુમાન ભક્તો એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.