ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા આજરોજ ઈસ્ટરનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવાતા ઈસ્ટરના પર્વ નિમિત્તે દેવળોમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય હતી.
ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઈસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો ઈસુ મસીહના પુનર્જન્મની ખુશીમાં આ તહેવારની ઉજવણી કરે છે.આજથી બે હજાર વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ગુડ ફ્રાઈડેના દિવસે લોકોના પાપોના કારણે વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા હતા તે દિવસે તેમનું મૃત્યુ થયા બાદ તેમના કહેવા મુજબ ત્રીજા દિવસે પુનર્જીવિત થયા હતા. આ દિવસને ઈસ્ટર સન્ડે તરીકે ઓળખવામાં આવે છે. ક્રિસમસ બાદ ઈસ્ટર એ ઈસાઈ સમુદાયનો સૌથી મોટો પર્વ છે. ઈસ્ટરના પહેલા સપ્તાહને ઈસ્ટર સપ્તાહ કહેવામાં આવે છે. ઈસાઈ ધર્મના લોકો આ દરમિયાન પ્રાર્થના અને ઉપવાસ કરે છે. ઈસ્ટર પર્વ પહેલા તમામ ચર્ચમાં ખાસ પ્રાર્થનાઓ રાખવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઇસ્ટર રવિવારના દિવસ સવારે ચર્ચમાં જઈને પ્રભુ ઈસુએ મરણમાંથી સજીવન થઈને પુન: ઉથાન પામ્યા તેમને યાદ કરીને સવારથી સ્તુતિ આરાધના કરીને એક બીજાને ઇસ્ટર પર્વની શુભેચ્છાઓ પઠાવી હતી.શહેરના એમિટી સ્કૂલ પાસે આવેલા એબેન એઝેર મેંથોડિસ્ટ ચર્ચના પાળક નોએલ ઈસાઈએ જિલ્લાના અને દેશના દરેક લોકોને ઇસ્ટર સન્ડેની શુભેચ્છાઓ પાઠવી હતી.