/connect-gujarat/media/post_banners/2ab834f8d891bb08905a5c6a897805ec539efe2590fd295ff15775a0d4b4213b.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન મેળવવા લોકોએ સવારથી કતાર લગાવી હતી જો કે લોકોને સમયસર વેક્સિન ન માલતિ હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
રાજય અને ભરૂચમાં કોરોનાનો કહેર ઓછો થયો છે જો કે ત્રીજી લહેરની આશંકા સેવાય રહી છે ત્યારે સરકાર વેક્સિનેશન પર ભાર આપી રહી છે અને ઓન ધ સ્પોટ વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાની બીજી લહેરના ભયંકર દ્રશ્યો નિહાળી લોકો જાગૃત થયા છે અને વેક્સિન લેવા માટે દોટ લગાવી રહ્યા છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન મૂકવવા લોકોની લાંબી કતાર જોવા મળી હતી.
વેક્સિન માટે લોકોએ વહેલી સવારથી જ લાઇન લગાવી દીધી હતી. જો કે સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારને પ્રાધ્યાની આપવામાં આવશે ત્યારે જેમણે ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય એવા લોકો અટવાયા છે અને તેઓને સમયસર વેક્સિન ન મળતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા વેક્સિનેશન સેન્ટર પર મર્યાદિત માત્રામાં જ વેક્સિનના ડોઝ આપવામાં આવે છે ત્યારે ઘણા લોકોએ વેક્સિન મુકાવ્યા વગર જ પાછા ફરવું પડે છે ત્યારે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ડોઝ આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.