Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કનેક્ટ ગુજરાતના માધ્યમથી કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ કરી લોકોને કોરોનાથી બચવા અપીલ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે,

X

સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈ દર્દીઓને અપાતી વિવિધ સુવિધાઓની ચકાસણી કરી હતી.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે 2020માં શરૂ થયેલી કોરોના મહામારી 2022ના આરંભે પણ કહેર વર્તાવી રહી છે. આ મહામારી દેશ અને વિશ્વને ફરીથી પોતાના ભરડામાં લઇ રહી છે. કોરોના વાઇરસ અને નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસની સ્થિતિ આવનારા સમયમાં ગંભીર બનશે એવી આશંકાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. જ્યાં વેન્ટીલેટર બેડ, ઓકિસજન પ્લાન્ટની સુવિધાની ચકાસણી કરી હોસ્પિટલ સ્ટાફને જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું.

કનેકટ ગુજરાતના માધ્યમથી ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ લોકોને અપીલ કરતાં જણાવ્યુ હતું કે, કોરોનાનિ વર્તમાન સ્થિતિને જોતા નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી બન્યું છે. લોકો વારંવાર પોતાના હાથ સેનેટાઈઝ કરે, મોઢા પર માસ્ક પહેરે અને સાથે જ સામાજિક અંતરનું પણ પાલન કરે, તો જ આપણે સૌ કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળી આ મહામારી સામે જંગ જીતીશું. કોરોનાનું સંક્રમણ પુનઃ વધતાં ભરૂચનું વહીવટી તંત્ર સજ્જ હોવાનું પણ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.

Next Story