Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોલીસની "સરાહનીય" કામગીરી, ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં રકમ પરત અપાવી...

ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં પરત અપાવતા તેઓએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.

ભરૂચ : પોલીસની સરાહનીય કામગીરી, ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં રકમ પરત અપાવી...
X

ફરી એકવાર ભરૂચ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ઓનલાઇન છેતરપીંડી થતાં સીનીયર સીટીઝનને નાણાં પરત અપાવતા તેઓએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ભરૂચ ડીવીઝન નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પો.સ્ટે. હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે, ત્યારે આ બનાવોમાં એકલા રહેતા સીનીયર સીટીઝન અરજદારના બેંક ખાતામાં પોતાના જીવન નિર્વાહ માટે મળતા પેન્શનની રકમમાંથી કુલ રૂ. 3,77,000/- ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગયા હતા. જેમાં અરજદાર દ્વારા તાત્કાલીક ભરૂચ સાયબર પો.સ્ટે.નો સંપર્ક કરતા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ કરી ઓનલાઇન નાણાંકીય છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારના કુલ રૂ. 3,29,000/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપતા અરજદારે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ કામગીરીથી સંતોષ અનુભવી ધન્યવાદ આપ્યા હતા.

Next Story