ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલ APMC હોલ ખાતે મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાય હતી.
આગામી ચૂંટણીને ધ્યાને લઇ દરેક પક્ષો પોતાની જીત માટે અલગ અલગ રચનાની ગોઠવણીના કામે લાગી ગયા છે. જેમાં ખાટલા બેઠક, ટિફિન બેઠક સહિત રૂબરૂ મુલાકાત કરી હોદ્દેદારો અને કાર્યકરો સાથે મિટિંગો ગોઠવવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના જંબુસર નગરમાં આવેલ APMC હૉલ ખાતે મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમ્યાન ગામેગામથી આવેલા સક્રિય સભ્યો દ્વારા નોંધણી ઝુંબેશ અંગે ઉપસ્થિતોને માર્ગદર્શન તેમજ સભ્ય નોંધણી બુકનું પણ વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠક પ્રમાણે પ્રમુખ મંત્રી અને કારોબારી સમિતિની રચના કરવા અંગે પણ સૂચના આપવામાં આવી હતી. આ સહિત આગામી ચૂંટણીમાં કેવી રીતે જંબુસર બેઠક પર ભવ્ય જીત મેળવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ, મહામંત્રી પ્રભુદાસ મકવાણા, શહેર પ્રમુખ જાવેદ તલાટી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.